એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 3rd July 2018

મેકિસકોના નવા પ્રેસિડન્‍ટ તરીકે ચૂંટાઇ આવતા લોપેઝ ઓબ્રાદોરઃ ટ્રમ્‍પની ઇમીગ્રેશન પોલીસીના વિરોધી હોવાથી ઇમીગ્રન્‍ટસને સમર્થન આપશે

મેકિસકોઃ મેકિસકોના નવ નિયુક્‍ત પ્રેસિડન્‍ટ તરીકે આન્‍દ્રેસ મેન્‍યુઅલ લોપેઝ ઓબ્રાદોર ચૂંટાઇ આવ્‍યા છે.

લોપેઝ અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ઇમિગ્રેશન પોલીસીના વિરોધી તરીકે ઓળખાય છે. તેઓનું કહેવું છે કે, અમેરિકામાં બહારના લોકોને વસવાટનો હક્ક મળવો જોઇએ.

અમેરિકામાં મેક્‍સિકોના લોકોનો પ્રવેશ અટકાવવા માટે બોર્ડર પર દીવાલ બનાવવાની વાત કહી ચૂકેલા ટ્રમ્‍પે પણ લોપેઝને પ્રેસિડન્‍ટ બનવા પર ધન્‍યવાદ પાઠવ્‍યા છે.

ટ્રમ્‍પે ટ્‍વીટ કરી છે કે, મેક્‍સિકોના આગામી પ્રેસિડન્‍ટ બનવા માટે લોપેઝ ઓબ્રાદોરને ધન્‍યવાદ તેઓની સાથે કામ કરવા માટે હું ઉત્‍સાહી છું. અમેરિકા અને મેક્‍સિકોના ફાયદા માટે હજુ ધણું બધું કરવાનું બાકી છે.

 

(9:22 pm IST)