News of Monday, 3rd June 2019
એસ.જયશંકરની ભારતના વિદેશ મંત્રી તરીકેની નિમણૂકને અમેરિકામાં આવકાર : ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ઓફ હ્યુસ્ટન સહીત અગ્રણી કોમ્યુનિટી મેમ્બર્સએ તેમની વિદેશ સચિવ તરીકેની ઉજ્જવળ કામગીરી યાદ કરી
હ્યુસ્ટન : પૂર્વ વિદેશ સચિવ શ્રી એસ.જયશંકરની ભારતના વિદેશ મંત્રી તરીકેની નિમણૂકને અમેરિકામાં આવકાર મળ્યો છે. ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ઓફ હ્યુસ્ટન સહીત અગ્રણી કોમ્યુનિટી મેમ્બર્સએ તેમની વિદેશ સચિવ તરીકેની ઉજ્જવળ કામગીરી યાદ કરી તેમની નિમણૂકને બિરદાવી હતી.તેમણે 2015 થી 2018 ની સાલ દરમિયાન વિદેશ સચિવ તરીકે યાદગાર કામગીરી બજાવી હતી.
(7:54 pm IST)