એન. આર. આઈ. સમાચાર
News of Monday, 3rd June 2019

પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસના ઉપક્રમે 1 જૂનના રોજ ઈફ્તાર પાર્ટીનું આયોજન કરાયું : પાકિસ્તાની અધિકારીઓએ અનેક આમંત્રિત મહેમાનોને ધમકી આપી તોછડું વર્તન કરી પાછા કાઢ્યા : પાકિસ્તાન સરકાર સમક્ષ રાવ કરાઈ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસના ઉપક્રમે 1 જૂનના રોજ ઈફ્તાર પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં પાકિસ્તાની અધિકારીઓએ અનેક આમંત્રિત મહેમાનોને ધમકી આપી તોછડું વર્તન કરી પાછા કાઢ્યા હતા તથા પાર્ટીમાં હાજર રહેવાનો ખરાબ અંજામ આવશે તેવી ધમકી આપી હતી

દરમિયાન પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાએ કહ્યું હતું કે, અમે એ તમામ મહેમાનોની માફી માંગીએ છીએ,જેમને આ પાર્ટીમાં પ્રવેશ નથી અપાયો. આ રીતે ડરાવવાનો પ્રયાસ અને વ્યૂહનીતિ અત્યંત નિરાશાજનક છે. આ ફક્ત રાજકીય આચરણની રીતે જ નહીં પણ સભ્ય વ્યવહારના પાયાના માપદંડોનું ઉલ્લંઘન હતું. આ વર્તન બંને દેશના દ્વિપક્ષીય સંબંધ માટે પણ અયોગ્ય હતું. બિસારિયાએ સેરેના હોટેલમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમાં સમગ્ર પાકિસ્તાનમાંથી અનેક મહેમાનને આમંત્રિત કરાયા હતા. આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર મહેરીન જાહરા-મલિકે ટ્વિટ કરી હતી કે, ‘પોલીસ અને આતંકવાદ વિરોધી દળે ભારતીય દૂતાવાસની ઈફતારમાં જનારા મહેમાનો સાથે ગેરવર્તન કર્યું હતું.’

આ બાબતે ભારતીય દૂતાવાસે પાકિસ્તાન સરકાર સમક્ષ રાવ કરી છે.તથા પાર્ટીમાં અપમાનિત થઇ પાછા જવા મજબુર બનેલા આમંત્રિતોની માફી માંગી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:37 pm IST)