એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 1st June 2019

ઇન્‍ડિયન અમેરિકન ડો.પ્રદીપ્‍તા ઘોષ તથા સૌમિતા દાસની ટીમને ૪.૭ મિલીયન ડોલરની ગ્રાન્‍ટઃ શરીરમાં થતો આંતરિક રકતસ્‍ત્રાવ, ઝાડા તથા બળતરાની પીડાનો ભોગ બનતા દર્દીઓની સારવાર માટે સંશોધન કરશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની સાન ડીએગો સંશોધન ટીમના ઇન્‍ડિયન અમેરિકન ડો.પ્રદીપ્‍તા ઘોષ તથા સૌમિતા દાસને ક્રોનિક ડીસીઝન સારવાર માટે હેલ્‍મસ્‍લે ચેરીટેબલ ટ્રસ્‍ટએ ૪-૭ મિલીયન ડોલરની ગ્રાન્‍ટ મંજુર કરવામાં આવી છે.

આ હઠીલા ગણાતા દર્દના દર્દીને શરીરમાં આંતરિક રકતસ્‍ત્રાવ, ઝાડા તથા બળતરાની અસહય પીડાનો ભોગ બનવું પડે છે. અમેરિકામાં દર ૧ લાખ દીઠ બસ્‍સો જેટલા લોકો આ દર્દના રોગી છે.

જેઓની સારવાર માટે સંશોધન કરવા ઉપરોક્‍ત ગ્રાન્‍ટ મંજુર કરાઇ છે.

(9:23 pm IST)