એન. આર. આઈ. સમાચાર
News of Friday, 31st May 2019

" સંસ્કૃતિ સ્કૂલ ગ્રેજ્યુએશન ડે " : યુ.એસ.માં આર્ય સમાજ હ્યુસ્ટનના ઉપક્રમે દયાનંદ એન્ગ્લો વૈદિક સંસકૃતિ સ્કૂલના ઉપક્રમે કરાયેલી ઉજવણી : યોગા,મ્યુઝિક,ડાન્સ,હિન્દી લેખન-વાંચન સહીત વિવિધ કાર્યક્રમોના આયોજનો કરાયા

હ્યુસ્ટન : યુ.એસ.માં 12 મે 2019 ના રોજ આર્ય સમાજ હ્યુસ્ટનના ઉપક્રમે સંસ્કૃતિ  સ્કૂલ ગ્રેજ્યુએશન ડે ઉજવાઈ ગયો.દયાનંદ એન્ગ્લો વૈદિક સંસકૃતિ સ્કૂલના ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં જુદી જુદી ઉંમરના 147 બાળકો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા.જેઓને દર અઠવાડિયે 40 મિનિટ માટે  યોગા,મ્યુઝિક,ડાન્સ,હિન્દી લેખન-વાંચન ,યજ્ઞ ,સહીત વિવિધ પ્રકારની ભારતીય સંસ્કૃતિથી વાકેફગાર કરવામાં આવે છે.

આ પ્રસંગે 2018-2019 ની સાલના એકેડેમિક વર્ષ દરમિયાન ટ્રેનિંગ મેળવેલ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક  કાર્યક્રમો દર્શાવ્યા હતા.જેમાં આર્ય યુવા મંડલના 17 યુવાનો પણ શામેલ હતા.પ્રોગ્રામના અંતે સમૂહ ભોજનનો લાભ લઇ સહુ છુટા પડ્યા હતા તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:21 pm IST)