એન. આર. આઈ. સમાચાર
News of Friday, 31st May 2019

હિન્દુ કોંગ્રેસવુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડએ મોદીને અભિનંદન પાઠવ્યા : અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર સુશ્રી તુલસી ભારતના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીની વાપસીથી ખુશ

વોશિંગટન : અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર સુશ્રી તુલસી ગબ્બાર્ડએ  ભારતના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદી સતત બીજી ટર્મમાં પણ ચૂંટાઈ આવતા અભિનંદન પાઠવ્યા છે.તથા તેમની વડાપ્રધાન પદ ઉપર  વાપસીથી ખુશી વ્યક્ત કરી છે.વિશ્વના સૌથી મોટા લોકશાહી  દેશ ભારત તથા અમેરિકા વચ્ચેના વ્યવસાયિક,સાંસ્કૃતિક,તેમજ સામાજિક સંબંધોને મોદીના નેતૃત્વ હેઠળ મળી રહેલા વેગમાં વધારો થશે તેવું તેમણે જણાવ્યું હતું

(8:20 pm IST)