એન. આર. આઈ. સમાચાર
News of Friday, 31st May 2019

લાપતા ઇન્ડિયન અમેરિકન યુવકે આત્મહત્યા કરી : વ્હાઇટ હાઉસ નજીક સળગેલી હાલતમાં મળી આવેલ 33 વર્ષીય અર્નવ ગુપ્તાને બચાવી લેવાની કોશિષ નિષ્ફ્ળ નિવડી

વોશિંગટન : બુધવારે ઘેરથી નીકળી ગયા પછી લાપતા થયેલા ઇન્ડિયન અમેરિકન યુવક 33 વર્ષીય અર્નવ ગુપ્તા વ્હાઇટ હાઉસ નજીક આવેલા પાર્કમાં સળગેલી હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલ પરંતુ તેનું મૃત્યુ થઇ જવા પામ્યું હતું જે યુવાન ગૂમ થયો હોવા અંગે પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.

યુવકે શા માટે આત્મહત્યા કરી તે અંગે પોલીસ તપાસ ચાલુ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:03 pm IST)