એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 7th June 2018

‘‘તેરા તુજકો અર્પણ'': અમેરિકાની કોસ્‍ટલ કેરોલિના યુનિવર્સિટીને ‘‘મેથ સ્‍યુટ''ની ભેટઃ યુનિવર્સિટીની કોલેજ ઓફ સાયન્‍સમાં ૩૦ વર્ષ સુધી ફેકલ્‍ટી મેમ્‍બર તરીકે સેવા આપી નિવૃત થયેલા ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી સુભાષ સકસેનાની દિલાવરી

કેરોલિનાઃ ‘‘તેરા તુજકો અર્પણ'' યુ.એસ.ની કોસ્‍ટલ કેરોલિના યુનિવર્સિટીની નિવૃત ફેકલ્‍ટી મેમ્‍બર ઇન્‍ડિયન અમેરિકન શ્રી સુભાષ સકસેનાએ યુનિવર્સિટીની કોલેજ ઓફ સાયન્‍સને ‘મેથ સ્‍યુટ'ની ભેટ આપી છે.

૧૫મે ૨૦૧૮ના રોજ યોજાયેલા આ પ્રોગ્રામમાં શ્રી સકસેના તથા તેમના પત્‍ની શ્રીમતી પુષ્‍પા સકસેના, કોલજના ડિન, તથા યુનિવર્સિટી પ્રેસિડન્‍ટ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ૮ી સકસેના દ્વારા ભેટ કરાયેલા મેથ સ્‍પુટનો લાભ વિદ્યાર્થીઓને સંશોધનો કરવા માટે મળશે.

શ્રી સકસેનાએ ૧૯૫૯ની સાલમાં ભારતની દિલ્‍હી યુનિવર્સિટીમાંથી મેથેમેટીકસ વિષય સાથે બેચલર તથા ડોકટરેટ ડીગ્રી મેળવ્‍યા બાદ ૧૯૭૩ની સાલથી કોસ્‍ટન કેરોલિના યુનિવર્સિટીમાં જોડાયા હતા. જ્‍યાં તેમણે ૩૦ વર્ષ સુધી સેવાઓ આપી હતી. જે અંતર્ગત તેમણે વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્‍યે લગાવ ઉત્‍પન્‍ન કરાવ્‍યો હતો. 

(9:31 pm IST)