News of Saturday, 4th January 2020
ઇન્ડિયા કેથોલિક એશોશિએશન ઓફ અમેરિકા : ર૦ર૦ ની સાલ માટે ચેરમેન તરીકે ચૂંટાઇ આવતા શ્રી જીન્સન પી. ઝકરીયા
તાજેતરમાં ન્યુયોર્કના ફલોરલ પાર્કમાં આવેલા ટાઇસન સેન્ટર ખાતે ઇન્ડિયા કેથોલિક એશોસીએશનની ૧ ડીસે. ર૦૧૯ ના રોજ મળેલી મીટીંગમાં બોર્ડ ઓફ ટ઼સ્ટીઝના ચેરમેન તરીકે શ્રી જીન્સન પી. ઝકરીયા સર્વાનુમતે ચૂંટાઇ આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કેે યુ.એસ. મા ભારતીય મૂળના કેથોલિક નાગરિકોના હિતોનું રક્ષણ કરવા આ એશોશિએશન કાર્યરત છે. જેના રજીસ્ટર્ડ મેમ્બર તરીકે બે હજાર જેટલા પરિવારો નોંધાયેલા છે.
(9:53 pm IST)