એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 4th January 2020

" મહિલાઓના વસ્ત્રો ઉપર ગણેશજીનો ફોટો " : લંડનમાં ઓનલાઇન વસ્ત્રો વેચતી બ્રિટિશ કંપની લૈગિંગ્સએ મહિલાઓના વસ્ત્રો ઉપર ભગવાન ગણેશજીનો ફોટો મુક્યો : મુક્ત હિંદુઓમાં રોષ

લંડન :  " મહિલાઓના વસ્ત્રો ઉપર ગણેશજીનો ફોટો " . લંડનમાં ઓનલાઇન વસ્ત્રો વેચતી બ્રિટિશ કંપની લૈગિંગ્સએ મહિલાઓના વસ્ત્રો ઉપર ભગવાન ગણેશજીનો ફોટો મુકતા હિંદુઓમાં રોષ ફાટી નીકળ્યો છે.તેમજ યુનિવર્સલ સોસાઈટી ઓફ હિન્દુઝમના  પ્રેસિડન્ટ નેવાડા યુ.એસ.સ્થિત શ્રી રાજન ઝેડએ કંપનીને પત્ર લખી ઉત્પાદન પાછુ ખેંચવા અપીલ કરી છે.તથા લેખિત માફી માંગવાની માંગણી કરી છે.

પત્રમાં તેમણે જણાવ્યા મુજબ ગણેશજી હિન્દુઓના આરાધ્ય દેવ છે.તેમનો ફોટો મહિલાઓના વસ્ત્રો ઉપર છાપવો તે બાબત હિન્દુઓની લાગણી દુભાવનારી હોવાથી તાત્કાલિક ઉત્પાદન પાછુ  ખેંચશો તથા હિન્દુઓની માફી માંગશો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:50 pm IST)