એન. આર. આઈ. સમાચાર
News of Friday, 3rd January 2020

ઇન્ડિયન અમેરિકન ડો. સંતોષ જી. હોનાવરને લાઇફ અચિવમેન્ટ એવોર્ડઃ આંખોની સારવાર માટે શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ અમેરિકન એકેડેમી ઓફ ઓપ્થાલ્મોલોજી દ્વારા બહુમાન

ભારતના હૈદરાબાદના વતની તથા યુ.એસ.માં સ્થાયી થયેલા નેત્ર ચિકિત્સક ડો. સંતોષ જી. હોનાવરને અમેરિકન એકેડેમી ઓફ ઓપ્થાલ્મોલોજી દ્વારા 'લાઇફ અચિવમેન્ટ એવોર્ડ' એનાયત કરાયો છે. જે આંખોની સારવાર માટે તેમણે આપેલા શ્રેષ્ઠ યોગદાન બદલ આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અમેરિકન એકેડેમી આંખોની સારવાર ક્ષેત્રે કાર્યરત નેત્ર ચિકિત્સકોનું વિશ્વનું સૌથી મોટું એશોશિએસન છે. જેના ૩ર હજાર જેટલા મેમ્બર્સ છે. જેના દ્વારા સાન ફ્રાન્સિસ્કો મુકામે તાજેતરમાં મળેલી વાર્ષિક મીટીંગમાં ડો. સંતોષને એવોર્ડ આપી બહુમાન કરાયું હતુ.

(8:46 pm IST)