એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 2nd January 2020

ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલા ગુજરાતી યુવાનની પ્રશંષનીય કામગીરી : પુલવામા આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોના પરિવાર માટે 1.05 મિલિયન ડોલરનું ફંડ ભેગુ કર્યું

શિકાગો : ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયેલા ગુજરાતના વડોદરાના વતની યુવાન વિવેક ચંદ્રકાન્ત પટેલે જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગત ફેબ્રુઆરીમાં થયેલાં આતંકી હુમલામાં સીઆરપીએફનાં 40 જેટલાં  શહીદ થયેલા જવાનોના પરિવારો માટે  1.05 મિલિયન ડોલરનું ફંડ ભેગુ કર્યું હતું. તેણે  11 દિવસના ટૂંકાગાળામાં આટલી મોટી રકમનું ફંડ એકત્ર  કર્યું હતું.જે માટે  26 હજારથી વધુ ડોનર્સે શહીદ જવાનોનાં પરિવાર માટે આર્થિક સહાય કરી હતી.જે સહાય  ભારત કે વીર મારફતેપહોંચાડવામાં આવી હતી.વિવેક પટેલની સિદ્ધિ બદલ તેને લિમ્કા બૂક્સ ઓફ રેકોર્ડમાં સ્થાન મળશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:48 pm IST)