News of Monday, 7th January 2019
અમેરિકામાં એક વધુ ગુજરાતીની હત્યા : છેલ્લા 25 વર્ષથી વર્જિન આયર્લેન્ડમાં સ્થાયી થયેલા વડોદરાના વેપારી 49 વર્ષીય કૈલાસ બનાની ઉપર ગોળીબાર થતા કરુણ મોત
યુ.એસ. : છેલ્લા 25 વર્ષથી વર્જિન આયર્લેન્ડમાં સ્થાયી થયેલા વડોદરાના વેપારી 49 વર્ષીય કૈલાસ બનાની ઉપર ગોળીબાર થતા કરુણ મોત નિપજ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. વર્જિન આયલેન્ડમાં જ્વેલરી સ્ટોર ધરાવતા આ વ્યાપારી ગત શુક્રવારે સ્ટોર બંધ કરીને પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી કાર ઉભી રાખી હતી. આ સમયે પાછળથી આવેલી કારે તેમની કારને ટક્કર મારી હતી. અને કારમાંથી કેટલાક અજાણ્યા યુવાનો બહાર આવ્યા હતા. અને કૈલાશભાઇ સાથે ઝઘડો કર્યો હતો. અને કૈલાસ બનાનીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
(8:21 pm IST)