એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 6th December 2018

બોય ફ્રેન્ડ સાથે સજાતીય સેક્સ માણવામાં આડખીલી રૂપ પત્નીની હત્યા કરી નાખી : યુ.કે.સ્થિત ભારતીય મૂળના ફાર્માસીસ્ટ મિતેષ પટેલને જ્યુરીએ કસુરવાન ગણતા સજા ફરમાવશે

લંડન : યુ.કે.સ્થિત ભારતીય મૂળની 34 વર્ષીય મહિલા જેસિકા એક વર્ષ પહેલા તેના ઘરમાંથી મૃતક હાલતમાં મળી આવી હતી.જે અંગે તપાસ થતા ખુદ તેના પતિ 37 વર્ષીય ફાર્માસીસ્ટ મિતેષ પટેલએ જ તેની હત્યા કરી નાખી હોવાનું પુરવાર થતા જ્યુરીએ તેને કસુરવાન ગણાવ્યો છે.

 તપાસમાં જાણવા મળ્યા મુજબ તેના પતિએ સુપર માર્કેટની પ્લાસ્ટિક બેગથી મોઢા ઉપર ડૂચો દઈ તેનું મોત નિપજાવ્યું હતું જેથી તે પોતાના બોય ફ્રેન્ડ સાથે સજાતીય સેક્સ માણી શકે.એટલું જ નહીં પોતાની પત્નીના લાઈફ ઇન્સુરંસના 2 મિલિયન પાઉન્ડ મેળવી લઇ પોતાના બોય ફ્રેન્ડ ડો.અમિત પટેલ સાથે રંગરેલિયા મનાવવા ઓસ્ટ્રેલિયા જતા રહેવાનું નક્કી કર્યું હતું , મિતેષ પટેલને આજ બુધવારે સજા ફરમાવાશે  તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:54 am IST)