એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 3rd October 2019

અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા ભારતીય મૂળના તુષાર આત્રેનો મૃતદેહ તેમની કારમાંથી મળી આવ્યોઃ ગયા સપ્તાહમાં તેમના નિવાસ સ્થાનેથી અપહરણ કરાયું હતું: પોલીસ તપાસ ચાલુ

કેલિફોર્નિયાઃ  અમેરિકાના  સાન્તાક્રુઝ કેલિફોર્નિયા મુકામે સ્થાયી થયેલ ભારતીય મૂળના ધનાઢય ટેકનોલોજીસ્ટ તુષાર આત્રેના ગયા સપ્તાહમાં તેમના નિવાસસ્થાનેથી થયેલા અપહરણ બાદ ગઇકાલે બુધવારના રોજ તેમનો મૃતદેહ તેમની BMW કારમાંથી મળી આવ્યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ૦ વર્ષીય આત્રે  ડીજીટલ માર્કેટીંગ કંપની આત્રેનેટ ઇન્કના માલિક હતા. જેઓ સિલીકોન વેલી ખાતે વ્યવસાયથી જોડાયેલા હતા. તેમનુ અપહરણ મંગળવારે વહેલી સવારે ૩ વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી થયું હતું. જેઓનો મૃતદેહ ગઇકાલ બુધવારે તેમની BMW કારમાંથી મળી આવતા ઘટના લૂંટ તથા ઘાડ માટે અપહરણ કરાયું હોવાનું અનુમાન છે.

આ સંદર્ભે પોલીસ તપાસ ચાલુ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:06 pm IST)