એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 2nd October 2019

NRI પતિ વિરુધ્ધ ઇન્દોર સ્થિત પત્નીની ફરિયાદ : દહેજમાં ઓડી કાર અને 50 લાખ રૂપિયા માંગ્યા : માંગણી નહીં સંતોષાતા ફોન ઉપર ટ્રિપલ તલાકથી છૂટાછેડા આપી દીધા

ઇન્દોર : ભારતના મધ્યપ્રદેશમાં આવેલા ઇન્દોર સ્થિત સલીના ખાન નામક યુવતીના  લગ્ન અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત ઝીશન ફઝલ સાથે ગયા વર્ષે થયા હતા.જે અવારનવાર દહેજની માંગણી કરતો હતો તેથી બંને વચ્ચે ખટરાગ થયો હતો.દરમિયાન ફઝલએ દહેજમાં ઓડી કાર અને 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી જેનો ઇન્કાર કરાતાં તેણે સલીનાને ટેલિફોનથી ટ્રિપલ તલાક આપી દીધા હોવાની FIR નોંધાવી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:45 pm IST)