News of Saturday, 6th June 2020
અમેરિકામાં મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરનારા હજુ સુધી પોલીસની પહોંચ બહાર
વોશિંગટન : અમેરિકાના વોશિંગટનમાં આવેલી ભારતીય દૂતાવાસ કચેરી બહાર મુકાયેલી મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરાઈ છે.જે માટે ભારત ખાતેના અમેરિકાના રાજદૂતે માફી માંગી છે.તથા મૂર્તિ ખંડિત કરનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરશે તેમ જણાવ્યું છે.પરંતુ હજુ સુધી આરોપીઓનો કોઈ પત્તો નથી.
ઉલ્લેખનીય છે કે પોલીસ દમનથી એક અશ્વેત નાગરિકનું મોત થતા સમગ્ર દેશમાં દેખાવો થઇ રહ્યા છે.જેણે હિંસક સ્વરૂપ પણ પકડ્યું હતું.અનેક જગ્યાએ તોડફોડ ,તથા લૂંટફાટ પણ થયાના દાખલાઓ જોવા મળ્યા છે.તેવા સંજોગોમાં કોઈ તોફાની તત્વો મહાત્મા ગાંધીની મૂર્તિ ઉપર સ્પ્રે છાંટી તેને ખંડિત કરી ગયા હોવાથી મૂર્તિ ઉપર સફેદ કપડું ઢાંકી દેવાયું છે.
(7:44 pm IST)