એન. આર. આઈ. સમાચાર
News of Friday, 5th June 2020

અમેરિકામાં ગુજરાતી વેપારની દુકાનમાં ટોળાએ ગન સાથે લૂંટ ચલાવી

છેલ્લા 11 વર્ષથી સ્થાયી થયેલા અમરીશ ઠાકરના સ્ટોરમાં 500થી વધુનું ટોળું ધસી ગયું : અમેરિકામાં હિંસાને કારણે ગુજરાતીઓમાં ફફડાટ

નવી દિલ્હી : અમેરિકામાં વિરોધ પ્રદર્શન સાથે ચારેબાજુ લોકો લોકો લૂંટફાટ મચાવી રહ્યાં છે . આ હિંસામાં અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે અમેરિકામાં રહેતા ગુજરાતીઓમાં હાલ ચાલી રહેલ ભારે હિંસાને લઈ ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં વસતાં અને 11 વર્ષથી ત્યાં સ્થાયી થયેલાં અમરિષ ઠાકરની દુકાનમાં ટોળાંએ ઓટોમેટિક ગન સાથે લૂંટફાંટ ચલાવી હતી.

અમેરિકના શિકાગોમાં રહેતાં અને મોટેલ અને સ્ટોર ચલાવી ગુજરાન ચલાવતાં અમરિષ ઠાકરની સ્ટોરમાં 500થી પણ વધુ લોકોનું ટોળું ધસી આવ્યું હતું. અને દુકાનમાં હથોડા, ઓટોમેટિક ગન સહિત લૂંટ ચલાવી હતી. તેઓએ જણાવ્યું કે, ચારેબાજુ મોટી સંખ્યામાં લોકો હથિયારો લઈ રસ્તા પર ઉતરી આવ્યા હતા. હાથમાં ગન, પાઈપ અને હથોડા જેવાં હથિયારો હતી. અક્ષય કુમારની ફિલ્મ એરલિફ્ટ જેવાં દ્રશ્યો રોડ પર સર્જાયા હતા. લૂંટમાં અશ્વેતની સાથે શ્વેત લોકો પણ ઉતરી આવ્યા હતા.

અમરિષે કહ્યું કે, હું અગિયાર વર્ષથી અમેરિકા છું, પણ આવી અરાજક અને હિંસક સ્થિતિ આ પહેલાં મેં કદી જોઈ નથી. 911 પર પોલીસને અનેક કોલ કર્યાં. પણ પોલીસ નિષ્ક્રિય રહી હતી. અને ટોળાંને લૂંટ ચલાવવા માટે ખુલ્લી છૂટ આપી દીધી છે. જેથી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ ન થાય. અને પ્રદર્શનકારીઓનો ગુસ્સો પણ શાંત પડી જાય. જો આવી જ સ્થિતિ રહેશે તો અમારી મુશ્કેલીઓમાં વધારો થશે.

ટ્રમ્પના વિરોધમાં મેદાનમાં ઉતરી તેમની પુત્રી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નાની દિકરી ટિફની ટ્રમ્પે પણ અમેરિકામાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સહકાર આપ્યું છે. ગત અઠવાડિયે અમેરિકામાં એક પોલીસ અધિકારીના હાથે એક માણસની મોત થઈ હતી. જેને લઈ હાલ તમામ અમેરિકામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

વિરોધ કરનારોઓના કારણે ઓછામાં ઓછા 40 શહેરોમાં કર્ફયુ લગાવી દેવામાં આવ્યું છે, છતાય લોકો વિરોધ કરવા માટે રોડ પર નિકળી રહ્યા છે. ટિફનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક કાળી પોસ્ટ શેર કરી છે અને તેની સાથે તેણીએ #BlackoutTuesday અને #justiceforgeorgefloyd નામના હેશટેંગનો ઉપયોગ પણ કર્યો છે. જો કે તેણીએ વધુમાં લખ્યું છે કે, આપણે એકલામાં ઓછું મેળવી શકીએ છીએ અને એક કરતા વધારે હોય તો ઘણું બધું મળી શકે છે.

(6:56 pm IST)