એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 3rd June 2020

આ વર્ષે વિદેશોમાંથી ઉચ્ચ અભ્યાસ અભ્યાસ માટે અમેરિકા આવતા સ્ટુડન્ટ્સની સંખ્યા 25 ટકા જેટલી ઘટી જશે : ઓપશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ ( OPT ) ચાલુ રાખવા રિપબ્લિકન કોંગ્રેસમેન ગ્રુપની માઈક પોમ્પીઓ તથા હોમલેન્ડ સિક્યુરિટીને અપીલ

વોશિંગટન : આ વર્ષે વિદેશોમાંથી ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા આવતા સ્ટુડન્ટ્સની સંખ્યા 25 ટકા જેટલી ઘટી જશે તેવી આશંકા સાથે શૈક્ષણિક સંસ્થાનો તથા રિપબ્લિકન કોંગ્રેસમેન ગ્રુપે યુ.એસ.સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પીઓ તથા  ઇન્ચાર્જ  હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરીને પત્ર લખી ઓપશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ (OPT )  ચાલુ રાખવા રજુઆત કરી છે.
 ટ્રમ્પ વહીવટી તંત્ર આ પ્રોગ્રામ રદ કરવાની તરફેણમાં છે.જેના કારણે વિદેશી સ્ટુડન્ટ્સની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા દર્શાવાઈ છે. આ વિદેશી સ્ટુડન્ટ્સના કારણે દેશને 41 બિલિયન ડોલરની આવક થાય છે.જે અર્થતંત્રમાં 5.5 ટકાનો હિસ્સો ધરાવે છે.
વિદેશોમાંથી આવતા સ્ટુડન્ટ્સમાં 2 લાખ ઉપરાંતની સંખ્યા સાથે ભારત બીજા ક્રમે છે.

(7:10 pm IST)