એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 6th May 2021

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસ આવતીકાલ 7 મે ના રોજ જાહેર ઉદબોધન કરશે : મિત્ર દેશ ભારતને કોરોના મહામારીમાંથી મુક્ત કરાવવાની નેમ વ્યક્ત કરશે

વોશિંગટન : અમેરિકાના  વાઇસ પ્રેસિડન્ટ ભારતીય મૂળના સુશ્રી કમલા હેરિસ આવતીકાલ 7 મે ના રોજ જાહેર ઉદબોધન કરશે . જે અંતર્ગત તેઓ  મિત્ર દેશ ભારતને કોરોના મહામારીમાંથી મુક્ત કરાવવાની નેમ વ્યક્ત કરશે .

' ભારતમાં અમેરિકાના કોવિદ રાહત પ્રયાસ , પ્રવાસી ભારતીયોનો દ્રષ્ટિકોણ ' વિષય ઉપર તેઓ ઉદબોધન કરશે તેવું સ્થાનિક વિદેશ મંત્રાલયે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ તેમણે ભારતને કોરોના મહામારીથી મુક્ત કરાવવા અમેરિકા પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(5:18 pm IST)