News of Wednesday, 6th May 2020
કોરોના વાઇરસ અંગે અમેરિકાને ચીનનો પડકાર : વુહાન લેબોરેટરીમાં કોરોના વાઇરસ ઉત્પન્ન કરાયાના નક્કર પુરાવા આપો
બેજિંગઃ : કોરોના વાઇરસ ચીનના વુહાનમાં આવેલી લેબમાં ઉત્પન્ન કરાયા હોવાના અમેરિકાના આક્ષેપને ચેલેન્જ આપતા ચીનના ફોરેન મિનિસ્ટ્રીના પ્રવક્તાએ પડકાર આપતા જણાવ્યું છે કે આ બાબતના નક્કર પુરાવા આપો.
તેમણે ઉમેર્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ અમેરિકાના આ આક્ષેપને નકારી કાઢ્યો છે.તથા આ વાઇરસ માનવ સર્જીત નહીં પણ કુદરત સર્જીત હોવાનું જણાવ્યું છે.તેથી માત્ર રાજકીય આગેવાનોના મંતવ્ય નહીં પણ વૈજ્ઞાનિકોના મંતવ્યને ધ્યાને લેવા અનુરોધ કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(6:35 pm IST)