એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 6th March 2021

' ચંદન સા બદન ....' : ગુજરાતી સિનીયર સોસાયટી પ્લેનો એ ઉજવ્યો ટેલેન્ટ શો : ઝૂમ માધ્યમથી કરાયેલી ઉજવણીમાં 60 ઉપરાંત સભ્યોએ ભાગ લીધો

ડલાસ : ગુજરાતી સિનીયર સોસાયટી પ્લેનોની GSSP ફેબૃઆરી માસની મીટીંગ તારીખ ૨૪ ફેબૃઆરીના રોજ Zoom દ્વારા મળી હતી. આ મીટીંગમાં પ્રથમ પ્રમુખશ્રી સુભાષ શાહ એ સત્કાર પ્રવચન કરેલ તથા ગયા વિકમાં આવેલ Snow Strom અંગેની માહિતી આપી હતી, સૌને ખુબજ તકલીફ પડી હતી જેવી કે ઈલેક્ટ્રિક સપ્લાય બંધ રહેવો...ગરમ પાણી તથા Food વગેરે ની પણ તકલીફ પડેલ... હવે બધા ક્ષેમકુશળ છે .

વાઈસ પ્રેસિડન્ટ સુભાષ તલાટી એ ફેબૃઆરી માસમાં જે સભ્ય ભાઈ-બહેનોની બર્થડે હતી તેમને શુભેચ્છા પાઠવી હતી અને બર્થડે ગીત ગાવામાં આવેલ, ત્યાર બાદ ટેલન્ટ સૉ ની જવાબદારી કમિટી મેમ્બરશ્રી પ્રમોદભાઈ શાહીવાલ તથા શ્રી જોગેશભાઈ પરીખે સંભાળી હતી અને તેઓએ ખૂબજ સુંદર આયોજન કર્યુ હતું... સૌ પ્રથમ મીનાબેન એ ફિલ્મ સરસ્વતી ચંદ્ર નું ગીત " ચંદન સા બદન " ત્યારબાદ ગીરીશભાઈ પરીખે મેરા નામ જોકરનું મૂકેશ ના વોઈસનું જાને કહા ગયે વો દિન... ગાયું હતું...સુધાબેન પંડ્યા દ્વારા ખુબજ પ્રખ્યાત ગીત " બનવારી રે જીનેકા સહારા તેરા નામરે "  અને ત્યાર બાદ મીનાબેન દ્વારા નાગીન ફિલ્મનું ગીત " મેરા દિલરે પુકારે આજા " ગાયું હતું,  હર્ષાબેન ગાંધી દ્વારા પણ " તુમ્હીહો માતા " અને રાજેશભાઈ દ્વારા એ મેરે પ્યારે વતન...દેશ ભક્તિનું ગીત તથા " મેરે જનાબ ને પુકારા નહી"  " તુમજો હમારે મીત ન હોતે " એવા સદાબહાર ૪ થી ૫ ગીત ગાઇને સૌને ખુશ કરી દીધા હતા.  

આ Zoom મીટીંગ માં લગભગ  ૬૦ સભ્યે ભાગ લીધો હતો. કાર્યક્રમમાં અંતમાં જોઈન્ટ સેક્રેટરી શ્રી ભુપેશભાઈ તલસાનીયા એ સૌ સભ્ય ભાઈ બહેનો તથા કાર્યક્રમમાં ભાગ લેનાર કલાકારો નો અને સુંદર સંચાલન બદલ જોગેશભાઈ પરીખ તથા પ્રમોદભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.તેવું શ્રી સુભાષ શાહ, દલાસની યાદી દ્વારા જાણવા મળે છે. 

(8:38 pm IST)