એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 6th February 2018

યુ.એસ.ના યંગસ્‍ટોન ઓહિયોમાં આવેલા હિન્‍દુ ટેમ્‍પલને ૧ મિલીયન ડોલરનું ડોનેશનઃ ઇન્‍ડિયન અમેરિકન દંપતિ શ્રી રક્ષિત તથા સુશ્રી કેતકી શાહએ મંદિરમાં સુવિધાઓ વધારવા તથા ઇન્‍ફાસ્‍ટ્રકચર માટે દાન આપ્‍યું

ટેમ્‍પા ફલોરિડાઃ યુ.એસ.માં રિઅલ ઇન્‍વેસ્‍ટર્સ દંપતિ ઇન્‍ડિયન અમેરિકન શ્રી રક્ષિત તથા સુશ્રી કેતકી શાહએ ઓહિયોના યંગસ્‍ટોનમાં આવેલા હિન્‍દુ મંદિરને ૧ મિલીયન ડોલરનું ડોનેશન આપ્‍યું છે. આ રકમનો ઉપયોગ મંદિરમાં સુવિધાઓ વધારવા તથા ઇન્‍ફાસ્‍ટ્રાકચર માટે કરાશે. આ ડોનેશન ટેમ્‍પલને મળેલુ અત્‍યાર સુધીનું સૌથી મોટુ ડોનેશન છે તેવું મંદિરના પ્રેસિડન્‍ટ તથા ટ્રસ્‍ટી શ્રી ચૌધરી પેરનીએ જણાવ્‍યું હતું.

આ ઉપરાંત ટેમ્‍પા ફલોરિડામાં આવેલા ‘‘વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO''ને પણ શાહ દંપતિએ ૯,૩૦,૦૦૦ ડોલરનું ડોનેશન આપ્‍યુ છે.

ઉલ્લેખનીય છે કે ઇન્‍ટરનેટ ઉપર પ્રસિધ્‍ધ થયેલ શાહ દંપતિના ડોનેશન બાબતે તેમણે ૧ મિલીયન ડોલરનું ડોનેશન ટેમ્‍પા ફલોરિડામાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરને આપ્‍યાનું દર્શાવાયુ હતું જે શરતચૂક હતી તેવું જાણવા મળે છે. હકીકતમાં તેમણે આ ડોનેશન હિન્‍દુ ટેમ્‍પલ યંગસ્‍ટોન ઓહિયોને આપેલું છે. જે વિસ્‍તારમાં તેમણે ૨૦ વર્ષ સુધી નિવાસ કર્યો હતો. અને હાલમાં તેઓ ટેમ્‍પા ફલોરિડામાં સ્‍થાયી થયા છે.

(9:27 pm IST)