એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 6th February 2018

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાનના પ.પૂ. મહંત સ્વામી ઓસ્ટ્રેલિયામાં સત્સંગ વિચરણ કરશેઃ ૨૭ ફેબ્રુ.થી ૬ માર્ચ ૨૦૧૮ દરમિયાન ગ્રાન્ડ પેવેલીઅન ખાતે વિવિધ કાર્યક્રમોઃ ૨૪ માર્ચથી ૨૮ માર્ચ ૨૦૧૮ દરમિયાન ઓલ્ડ ઓર્ચાડ ખાતે પધરામણી

ઓસ્ટ્રેલિયાઃ શ્રી સ્વામિનારાયણ ભગવાનના આદ્યાત્મિક વારસદાર પ.પૂ.મહંત સ્વામી ૨૭ ફેબ્રુ.૨૦૧૮થી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઇ રહ્યા છે. જયાં ૨૭ ફેબ્રુ.ના રોજ ૫.૪૫ થી ૭.૪૫ દરમિયાન એરપોર્ટ ઉપર તેમનું ભાવભર્યુ સ્વાગત કરાશે. તથા આ દિવસ ગ્રાન્ડ પેવેલીઅન ખાતે ''બાલ કિશોર દિન'' તરીકે ઉજવાશે.

૨૮ ફેબ્રુ.ના રોજ ઉપરોકત સ્થળે સાંજે ૫-૪૫ થી ૭-૪૫ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ દિવસ સમર્પણ દિન તરીકે ઉજવાશે. તથા ૧ માર્ચ બુધવારના રોજ આ સ્થળે જ સાંજે ૫-૪૫ થી ૭-૪૫ દરમિયાન યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમનો દિવસ ''ભગત મહારાજ જયંતિ'' તરીકે ઉજવાશે.

ર માર્ચ ૨૦૧૮ શુક્રવારના રોજ કેટલ પેડોક ખાતે સાંજે ૪ થી ૮ વાગ્યા દરમિયાન ધુળેટી તહેવાર ઉજવાશે. જે માટે ફુલડોલનું આયોજન કરાયું છે.

૩ માર્ચ શનિવારનો દિવસ ''મહિલા દિન'' તરીકે ઉજવાશે જે અંતર્ગત ગ્રાન્ડ પેવેલીઅન ખાતે બપોરે ૧ થી ૩.૩૦ વાગ્યા દરમિયાન મહિલાઓ માટેના કાર્યક્રમ યોજાયા છે.

તથા સાંજે ૪-૩૦ થી ૭-૪૫ દરમિયાન દિક્ષા મહોત્સવનું આયોજન કરાયું છે.

૪ માર્ચ રવિવારે ''મહાપૂજા''યોજાશે. જેનો સમય બપોરે ૪ વાગ્યાથી સાંજે ૭-૪૫ વાગ્યા સુધીનો રહેશે.

૫ માર્ચ સોમવારે ગ્રાન્ડ પેવેલીઅન ખાતે સાંજે ૫-૪૫ થી ૭-૪૫ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ દિવસ 'યુવા દિન' તરીકે ઉજવાશે.

૬ માર્ચ મંગળવારે ગ્રાન્ડ પેવેલીઅન ખાતે સાંજે ૫-૪૫ થી ૭-૪૫ દરમિયાન ''ગુરૂ હરિ સ્મૃતિ દિન'' ઉજવાશે.

દરરોજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ છે.

બાદમાં ૨૪ માર્ચથી ૨૮ માર્ચ દરમિયાન ઓલ્ડ ઓર્ચાડ ખાતે પ.પૂ.મહંત સ્વામીની પધારમણી થશે. જયાં ૨૩ માર્ચ ૨૦૧૮ શુક્રવારે તેમના આગમન સમયે સાંજે ૫-૪૫ થી ૭-૪૫ દરમિયાન સ્વાગત સમારોહ યોજાશે.

આ દિવસે સત્સંગ સભા થશે

૨૪ માર્ચ શનિવારે સાંજે ૪ થી ૭-૩૦ વાગ્યા દરમિયાન ICC સિડની મુકામે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ દિવસ ''આંતર ખોજ'' દિવસ તરીકે ઉજવાશે.

૨૫ માર્ચ રવિવારે ઓલ્ડ ઓર્ચાડ ખાતે સાંજે ૭-૩૦ થી રાત્રિના ૧૦ વાગ્યા દરમિયાન 'રામ નવમી' પર્વ ઉજવાશે. આ દિવસે શ્રી હરિ જયંતિ ઉજવાશે.

૨૬ માર્ચ સોમવારે ઓલ્ડ ઓર્ચાડ મુકામે સાંજે ૫-૪૫ થી ૭-૪૫ દરમિયાન 'કિર્તન આરાધના'નું આયોજન કરાયું છે.

૨૭ માર્ચ મંગળવારના રોજ ઓલ્ડ ઓર્ચાડ ખાતે સાંજે ૫-૪૫ થી ૭.૪૫ દરમિયાન ''કૃતરીતા દિન'' ઉજવાશે.

દરરોજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. તેવું શ્રી મિતુલ સાંગાણીની યાદીમાં જણાવાયું છે.

(2:41 pm IST)