એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 2nd January 2021

પાકિસ્તાન દૂતાવાસના ખાતામાંથી 450 કરોડ રૂપિયા વસૂલવાનો બ્રિટન હાઇકોર્ટનો હુકમ

લંડન : બ્રિટન હાઇકોર્ટએ લંડન સ્થિત પાકિસ્તાન દૂતાવાસના ખાતામાંથી  450 કરોડ રૂપિયા વસૂલવાનો હુકમ કર્યો છે.જે અંગે નેશનલ એકાઉન્ટેબીલિટી બ્યુરોએ બ્રિટિશ ફર્મ બ્રોડશીટ એલએલસી ને ચૂકવવા દાવો દાખલ કર્યો હતો.તેવું સ્થાનિક સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.

નામદાર કોર્ટના આ ચુકાદાને અનુસંધાને યુનાઇટેડ બેન્ક લિમિટેડ યુ.કે.એ પાકિસ્તાન દૂતાવાસને પત્ર લખી ઉપરોક્ત રકમ 29 ડિસેમ્બર સુધીમાં ચૂકવી જણાવ્યું હતું.તથા જો 30 ડિસેમ્બર સુધીમાં રકમ ચુકવવામાં નહીં આવે તો તેમના ખાતામાંથી ઉધારી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું .તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:55 pm IST)