એન. આર. આઈ. સમાચાર
News of Friday, 1st January 2021

' સંકારા નેથરાલય ' : ભારતના સુરદાસ નાગરિકોને નવી દ્રષ્ટિ પ્રદાન કરતું યુ.એસ.નું નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન : તાજેતરમાં યોજાયેલા ઓનલાઇન ફન્ડ રાઇઝિંગ પ્રોગ્રામમાં 2 લાખ ડોલર ( અંદાજે 1 કરોડ 46 લાખ રૂપિયા ) ભેગા થઇ ગયા : પદ્મશ્રી ડો.શોભા રાજુના શાસ્ત્રીય સંગીતથી દર્શકો ખુશખુશાલ : ભેગી થયેલી રકમમાંથી ભારતના 3 હજાર પ્રજ્ઞા ચક્ષુઓને નવી દ્રષ્ટિ મળશે

એટલાન્ટા : ભારતના સુરદાસ નાગરિકોને નવી દ્રષ્ટિ પ્રદાન કરવા માટે છેલ્લા 4 દાયકા જેટલા સમયથી કાર્યરત સંકારા નેથરાલય ના ઉપક્રમે તાજેતરમાં 20 ડિસેમ્બરના રોજ ઓનલાઇન ફન્ડ રાઇઝિંગ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.

પ્રોગ્રામમાં  પદ્મશ્રી ડો.શોભા રાજુ તથા તેમની ટીમના શાસ્ત્રીય સંગીતથી દર્શકો ખુશખુશાલ થઇ ગયા હતા. પ્રોગ્રામનું મોટા ભાગની ચેનલ ઉપર પ્રસારણ કરાયું હતું. તથા 2 લાખ ડોલર ( અંદાજે 1 કરોડ 46 લાખ રૂપિયા ) ભેગા થઇ ગયા હતા.જેના વડે ભારતના 3 હજાર પ્રજ્ઞા ચક્ષુઓને નવી દ્રષ્ટિ મળશે .

ઉલ્લેખનીય છે કે સંકારા નેથરાલય નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે.જેને ટ્રાન્સપરન્ટ વહીવટ માટે 4 સ્ટાર રેટિંગ મળેલું છે.તેવું એનઆરઆઈ પી.દ્વારા જાણવા મળે છે.

(8:01 pm IST)