એન. આર. આઈ. સમાચાર
News of Friday, 1st January 2021

પાકિસ્તાનના હિન્દૂ મંદિરમાં તોડફોડ કરનારા 14 કટ્ટરપંથીઓની ધરપકડ : ઉલેમા એ ઇસ્લામ પાર્ટીના નેતૃત્વ હેઠળ મંદિર ઉપર હુમલો કરાયો હોવાનું ખુલ્યું

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પશ્ચિમ ઉત્તર માં આવેલા એક શહેરના હિન્દૂ મંદિર ઉપર હુમલો કરનારા ,તથા આગ લગાડનારા 14 કટ્ટરપંથીઓની ધરપકડ થઇ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉલેમા એ ઇસ્લામ પાર્ટીના નેતૃત્વ હેઠળ મંદિર  ઉપર હુમલો કરાયો હતો.જેની માનવ અધિકાર મંત્રી સહિતના આગેવાનોએ નિંદા કરી હતી.

ઉલ્લેખનીય છે કે મંદિરના બાંધકામને સરકારની મંજૂરી મળી હતી તેમ છતાં હુમલો કરનારા કટ્ટરપંથીઓની દેશ વિદેશોમાં નિંદા થઇ હતી.

(12:19 pm IST)