એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 30th November 2022

 ' સાંજ કે રંગ એકલકે સંગ ' એકલ વિદ્યાલય એટલાન્ટા ચેપટરના ઉપક્રમે 2 ડિસેમ્બર 2022 ના રોજ કરાયેલું આયોજન : ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાનું શિક્ષણ ,ડિજિટલ લાયબ્રેરી ,સ્કિલ ડેવલપમેન્ટ ,હેલ્થ અવેરનેસ ,સહીત પાયાની જરૂરિયાતો સંતોષવાનો હેતુ

એટલાન્ટા : એકલ વિદ્યાલય એટલાન્ટા ચેપટરના ઉપક્રમે 2 ડિસેમ્બર 2022 શુક્રવારના રોજ ' સાંજ કે રંગ એકલકે સંગ 'પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
 
ગ્લોબલ મોલ ઈમ્પેક્ટ સેન્ટર ,5675 ,જિમ્મી સેન્ટર નોરક્રોસ જ્યોર્જિયા મુકામે શરૂ થનારા પ્રોગ્રામ અંતર્ગત સાંજે 6 -30 કલાકે ડિનર બાદ 7 -30 કલાકે પ્રોગ્રામ શરૂ થશે. વ્યક્તિદીઠ 20 ડોલરની ફી સાથેના પ્રોગ્રામમાં ડીનરનો સમાવેશ થઇ જાય છે.જેમાં ગ્લોબલ મોલ કો-સ્પોન્સર છે.

પ્રોગ્રામમાં પંકજ બારગાવ ,પૂર્ણિમા રાય માથુર ,શ્યામ ગુપ્તા ,જ્યોત્સના નાનુ જેવા કલાકારોને માણવાની  તક મળશે.ઉપરાંત કલાશ્રમ યુ.એસ.એ. ડાન્સ રજૂ કરશે.

એકલ વિદ્યાલય ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાનું શિક્ષણ ,ડિજિટલ લાયબ્રેરી ,સ્કિલ ડેવલપમેન્ટ ,હેલ્થ અવેરનેસ ,લર્નિંગ મોડેલ ,તેમજ પ્રોડક્ટિવ એગ્રિકલચરલ પ્રેક્ટિસ અને રૂરલ એન્ટ્રપ્રિન્યરશીપ સહીત પાયાની જરૂરિયાતો સંતોષવા માટે કાર્યરત છે.

ટિકિટ માટે શ્રી શિવ અગ્રવાલ -404 -456 -2973 ,શ્રી અજય ઉપાધ્યાય 678 -770 -1115 ,શ્રી નીતુ ચૌહાણ 404 -200 -3601 ,શ્રી સતીશ દામલે 470 -533 -6922 ,સુશ્રી પ્રીતિ તનવર 770 -891 -2157 ,સુશ્રી મંજુલા રેડ્ડી 678 -358 -3959 ,અથવા સુશ્રી કુસુમ ખુરાનાનો સંપર્ક સાધવા જણાવ્યું છે.તેવું રાષ્ટ્ર દર્પણ દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)