એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 5th December 2020

અમેરિકાના રાજદૂતે મારુ ઘર ભાંગવાની કોશિષ કરી હતી : મારી પત્નીને છૂટાછેડા લેવા માટે લલચાવી હતી : વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોનો ચોંકાવનારો આક્ષેપ

કરાકસ : વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોએ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.જે મુજબ તેણે જણાવ્યું હતું કે અમેરિકાના રાજદૂતે મારુ ઘર ભાંગવાની કોશિષ કરી હતી તથા મારી પત્ની સિલિયા ફ્લોરેસને કહેવડાવ્યું હતું કે તમે તમામ રકમ લઈને છૂટાછેડા લઇ લ્યો.અને વિદેશ ચાલ્યા જાવ.અમે તમને બિનશરતી  રીતે મદદ કરશું.

જોકે નિકોલસની પત્નીએ એવું ક્યારેય નહીં બને તેવું જણાવી ઓફર ઠુકરાવી દીધી હતી.બાદમાં નિકોલસે પત્રકાર પરિષદ બોલાવી  ઉપરોક્ત નિવેદન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે અમેરિકા અને વેનેઝુએલાના સબંધો છેલ્લા એક દસકા જેટલા સમયથી ખરાબ છે.અમેરિકાએ આ દેશમાં માનવ અધિકારોનો ભંગ થઇ રહ્યો હોવાના તથા ચૂંટણીમાં ગોલમાલ થયાના આક્ષેપ સાથે આર્થિક પ્રતિબંધો લગાવેલા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:33 pm IST)