મારા કાકા અપરાધી ,ક્રૂર ,અને વિશ્વાસઘાતી છે : તેને જેલભેગા કરવા જોઈએ : ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી સાઇકિયાટ્રિસ્ટ અને ઓથર મેરી ટ્રમ્પનું ધગધગતું નિવેદન
વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે પરાજિત થયા પછી પણ પોતે વિજેતા થયા છે અને ચૂંટણીમાં ગોલમાલ થઇ છે તેવા કારણો આપી હજુ સુધી વ્હાઇટ હાઉસનો કબજો સાંભળીને બેઠેલા ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી સાઇકિયાટ્રિસ્ટ અને ઓથર મેરી ટ્રમ્પએ ધગધગતું નિવેદન કર્યું છે.જે મુજબ તેણે જણાવ્યું છે કે મારા કાકા અપરાધી ,ક્રૂર ,અને વિશ્વાસઘાતી છે ,વ્હાઇટ હાઉસમાંથી બહાર આવે તેની સાથે જ તેને જેલભેગા કરવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે મેરી ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પના મોટાભાઈ ફ્રેડ જુનિયરની પુત્રી છે તેણે ' ટુ મચ એન્ડ નેવર ઇનફ ,હાઉ માય ફેમિલી ક્રીએટેડ ધ વર્લ્ડસ મોસ્ટ ડેન્જરસ મેન '
નામક પુસ્તક લખ્યું છે જે જુલાઈ માસમાં પ્રસિદ્ધ થયું છે. જેનો બીજો ભાગ ધ રેકનિંગ નામે પ્રસિદ્ધ થનાર છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.