એન. આર. આઈ. સમાચાર
News of Monday, 4th November 2019

''કિર્કલેન્ડ એલિસ'': અમેરિકાની પ્રથમ નંબરની ઇન્ટરનેશનલ લો ફર્મઃ ૨૦૧૯ની સાલમાં પાર્ટનર તરીકે પસંદ કરેલા એટર્નીની સંખ્યામાં ૪ ઇન્ડિયન અમેરિકનને સ્થાન

વોશીંગ્ટનઃ યુ.એસ.માં કિર્કલેન્ડ એન્ડ એલિસ લો ફર્મ દ્વારા પાર્ટનર તરીકે પસંદ કરાયેલ એટર્નીની સંખ્યામાં ૪ ઇન્ડિયન અમેરિકનને સ્થાન અપાયુ છે. જેમાં શ્રી દિલવીર વિહાલી, સુશ્રી સુમાના સેટ્ટી, સુશ્રી પ્રિયા આર્શનાપલ્લી, તથા શ્રી તુશિન શાહનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે કિર્કલેન્ડ એન્ડ એલિસ ઇન્ટરનેશનલ લો ફર્મ છે. જે યુ.એસ.માં આવકની દૃષ્ટિએ પ્રથમ ક્રમે છે. તથા એટર્નીની સંખ્યાની દૃષ્ટિએ સાતમો ક્રમ ધરાવે છે.

(7:56 pm IST)