એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 2nd November 2019

ભારતીય મૂળના સંશોધક ડો.નિરજ શર્માને ઓસ્ટ્રેલિયન સરકારનો ''અર્લી કેરિઅર રિસર્ચર એવોર્ડ'': ભાવિ પેઢીને પ્રદુષણથી બચાવવા બેટરી સિસ્ટમ વિકસાવી

સિડનીઃ ઓસટ્રેલિયામાં સ્થાયી થયેલા ભારતીય મૂળના સંશોધક ૩૫ વર્ષીય ડો.નિરજ શર્માને ''અર્લી કેરીઅર રિસર્ચર ઓફ ધ ઇયર એવોર્ડ'' આપવામાં આવ્યો છે.

તેમણે ભાવિ પેઢી પ્રદુષણથી બચાવવા માટે બેટરી સિસ્ટમ વિકસાવી છે. જે સોડીયમ આયોન બેટરી તરીકે ઓળખાશે. જે ઓછામાં ઓછું પ્રદુષણ ફેલાવશે.

ડો.શર્માને સિડની મુકામે આવેલા ગવર્મેન્ટ હાઉસ ખાતે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

(9:09 pm IST)