News of Saturday, 2nd November 2019
અમેરિકાના ગ્રીન કાર્ડ મેળવવાના લીસ્ટમાં સામેલ ભારતીય મૂળના યુવાન એન્જીનીયર શિવા રાજુનું અચાનક નિધનઃ પ્રેગનન્ટ પત્ની માટે દેશ છોડવાની નોબત
કેરોલિના : અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટેના લીસ્ટમાં સામેલ ઇન્ડિયન અમેરિકન એન્જીનીયર શિવા આલાપથી રાજુનું અચાનક મંગળવારે નિધન થયુ હોવાનું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે. તેથી મૃતક શિવાની પ્રેગનન્ટ પત્ની બોબી સૌજન્ય માટે સવાલ ઉભો થયો છે. તેના માટે દેશ છોડવા સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી.
સ્થાનિક ભારતીયોના મત મુજબ ગ્રીન કાર્ડ મેળવવામાં થતો અસહય વિલંબ આવા સંજોગોમાં મુશ્કેલીરૂપ બને છે.
(9:06 pm IST)