એન. આર. આઈ. સમાચાર
News of Friday, 1st November 2019

યુ.એસ.ના એડિસન ટાઉનશીપ બોર્ડ ઓફ એજ્યુકેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા ઇન્ડિયન અમેરિકન શ્રી સ્પર્શીલ પટેલ : ફુલટાઇમ વ્યવસાય સાથે કોમ્યુનિટી સેવામાં સદાય તત્પર તરવરિયા યુવાન શ્રી સ્પર્શીલને મત આપી ચૂંટી કાઢવા ડો.તુષાર પટેલનો અનુરોધ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : યુ.એસ.ના ન્યૂજર્સીમાં આવેલા એડિસનમાં જન્મેલા તથા ઉછરેલા ઇન્ડિયન અમેરિકન વ્યવસાયી તરવરિયા યુવાન શ્રી સ્પર્શીલ પટેલએ એડિસન ટાઉનશીપ બોર્ડ ઓફ એજ્યુકેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. 5 નવેમ્બર 2019 ના રોજ ચૂંટણી છે.

શ્રી પટેલએ ન્યુયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી બેચલર ડિગ્રી મેળવી છે.તથા સેન્ટ જ્યોર્જિસ યુનિવર્સીટીમાંથી પબ્લિક હેલ્થ સાથે માસ્ટર ડિગ્રી મેળવેલી છે.ઉપરાંત ઝેવીઅર યુનિવર્સીટી સ્કૂલ ઓફ મેડિસિનમાંથી મેડિકલ ડિગ્રી મેળવી છે.તેઓ લોન્ગ ટ્રી એન્ડ એસોસિએટ્સ દ્વારા  અધિકૃત એડમિનિસ્ટ્રેટર તરીકે નોંધાયેલા છે.

ફુલટાઇમ વ્યવસાય સાથે તેઓ સક્રિયપણે અનેક કોમ્યુનિટી પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે.જેમાં હેલ્થકેર ,તેમજ ભારત અને યુ.એસ.એ.ના જરૂરિયાતમંદ લોકો માટે ફંડ ભેગું કરી આપવા સહિતની પ્રવૃતિઓ કરી રહ્યા છે.તેમણે વિના મુલ્યે ફલૂ રસી મુકાવી આપવા ,રોગોના નિદાન તથા રોગો થતા અટકાવવા માર્ગદર્શન આપતા ફ્રી હેલ્થ કેમ્પસ સહિતની પ્રવૃતિઓમાં સેવાઓ આપેલી છે.સિનિયરો માટે પ્રવાસ ,તેમજ વેલનેસ પ્રોજેક્ટમાં પણ સેવાઓ આપેલી છે.ઉપરાંત સંતરામ કન્યાશાળા , નડિયાદમાં આવેલા સંતરામ મંદિર સંચાલિત ગર્લ્સ સ્કૂલ્સ,માં શિક્ષણને પ્રોત્સાહિત કરવા કાર્યરત છે.નવેમ્બર 2019 માં તેમના યજમાનપદે ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી આંખની હોસ્પિટલ માટે ફંડ ભેગું કરી આપવા અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા અને અંધાપો રોકવા વિના મુલ્યે હેલ્થ કેમ્પ યોજાનાર છે.

તેઓ એડિસનની સ્કૂલ સિસ્ટમમાં ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે કોઈપણ જાતના રાજકારણ કે વ્યક્તિગત અપેક્ષા વિના સેવા આપવાની નેમ ધરાવે છે.તેમના વિષે મંતવ્ય આપતા ડો.તુષાર પટેલએ જણાવ્યું છે કે શ્રી સ્પર્શીલને હું છેલ્લા 10 વર્ષ ઉપરાંત સમયથી કોમ્યુનિટી સેવાઓ આપતા જોઉં છું.તેમના પિતાશ્રી ડો.ઇન્દ્રવદન ટી.પટેલ પણ સુવિખ્યાત ફિઝિશિયન હતા તથા તેમણે પણ સતત 3 દાયકા ઉપરાંત સમય માટે કોમ્યુનિટીને આરોગ્ય સેવાઓ આપી હતી.શ્રી સ્પર્શીલની  સફળતા માટે મને પુરેપુરો વિશ્વાસ છે.હું કોમ્યુનિટી મેમ્બર્સને વિનંતી કરું છું કે તેઓ 5 નવેમ્બર 2019 ના રોજ યોજાનારી ચૂંટણીમાં  શ્રી સ્પર્શીલને વિજયી બનાવે તેવું ડો.તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

(8:55 pm IST)