એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 5th August 2020

યુ.એસ.માં આ વર્ષે એચ-1બી વિઝા પ્રતિબંધ મામલે ડેમોક્રેટ સાંસદોનું પ્રેસિડન્ટ ટ્રમ્પને આવેદન : અમેરિકામાં વસતિના પ્રમાણમાં આરોગ્ય કર્મીઓની અછત હોવાથી તેઓને વિઝા આપવા અનુરોધ કરાયો

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ આ વર્ષે એચ-1બી નહીં આપવાનો નિર્ણય લેતા સ્વાસ્થ્ય કર્મીઓ માટે છૂટ રાખવા ડેમોક્રેટ સાંસદોએ આવેદનપત્ર આપી રજુઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આ વર્ષે પ્રેસિડન્ટ પદની ચૂંટણી છે.જેમાં સ્થાનિક અમેરિકન નાગરિકોના મતો અંકે કરવા ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકન ફર્સ્ટની ગઈ ટર્મની નીતિ અપનાવી છે.તથા વર્તમાન કોરોના વાઇરસના સંજોગોમાં ઉદ્યોગ ધંધા પુરેપુરી ગતિથી ચાલી શકતા ન હોવાથી બેરોજગારીનું પ્રમાણ વધી જવા પામ્યું છે.આ સંજોગોમાં વિદેશીઓને નોકરી આપવાને બદલે સ્થાનિક નાગરિકોને નોકરી મળે તેવા આશયથી 2020 ની સાલ માટે એચ-1બી વિઝા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.
પરંતુ અમેરિકામાં વસતિના પ્રમાણમાં આરોગ્ય કર્મીઓની અછત હોવાથી તેમના માટે બાંધછોડ કરી તેઓને વિઝા આપવા ડેમોક્રેટ સાંસદોએ અપીલ કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:36 pm IST)