એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 5th August 2020

ભુમીપુજન અયોધ્યામાં અને મરચા લાગ્યા પાકિસ્તાનમાં : બિનસાંપ્રદાયિકતાનો અંત આવી ગયો : ભારત હવે શ્રીરામના હિન્દુત્વમાં પરિવર્તિત થયું છે : પાકિસ્તનના રેલવેમંત્રી શેખ રસીદનો બકવાસ

ઇસ્લામાબાદ : ભારતના અયોધ્યામાં આજ 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન શ્રી  નરેન્દ્ર મોદીના વરદ હસ્તે થઇ રહેલા ભૂમિપૂજનથી પાકિસ્તાનના રેલમંત્રી શેખ રસીદને મરચાં લાગ્યા છે.

ઇમરાનખાનની મિનિસ્ટ્રીના આ મંત્રીએ બકવાસ કરતા જણાવ્યું છે કે ભારત હવે રામ નગર બની ગયું છે. ત્યાં કોઈ સેક્યુલરિઝ્મ રહ્યુ નથી.આ અગાઉ અયોધ્યા કેસમાં જ્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો રામ મંદિરની તરફેણમાં આવ્યો ત્યારે પણ રશીદે આવી જ પ્રક્રિયા આપી હતી. રશીદે ત્યારે કહ્યું હતું કે હિન્દુવાદી દળો હવે ભારત પર પ્રભુત્વ મેળવવા માટે આવી ગયા છે.

મંગળવારે એક નિવેદનમાં ઇમરાન રેલ્વે પ્રધાન શેખ રશીદે ભારતમાં સેક્યુલરિઝ્મ પર સવાલો ઉઠાવ્યા હતા. કહ્યું- ભારત હવે રામ નગરમાં પરિવર્તિત થઈ ગયું છે. ત્યાં કોમીવાદ વધી રહ્યો છે અને ધર્મનિરપેક્ષતા એટલે કે બિનસાંપ્રદાયિકતાનો અંત આવી રહ્યો છે. સાચું કહું તો ભારત હવે સેક્યુલર નથી. લઘુમતીઓને ત્યાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત હવે શ્રીરામના હિન્દુત્વમાં પરિવર્તિત થયું છે.

રશીદ કાશ્મીરનો ઉલ્લેખ કરતા પોતાને રોકી શક્યા ન હતા.

આ એક યોગાનુયોગ છે કે જે દિવસે મોદી રામ મંદિરમાં ભૂમિપૂજન કરશે, તે જ દિવસે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને એક વર્ષ પૂરું થયું છે. ગયા વર્ષે 5 ઓગસ્ટે કેન્દ્ર સરકારે આર્ટિકલ 370ને દૂર હટાવ્યો હતો. આ સાથે કાશ્મીરનો વિશેષ દરજ્જો પણ સમાપ્ત થઈ ગયો હતો.

રશીદે કહ્યું- પાકિસ્તાનના મુસ્લિમો કાશ્મીરીઓ સાથે ઉભા છે. ભારતે તેમને તે નક્કી કરવાની તક આપવી જોઈએ કે તેઓ કોની સાથે રહેવા માગે છે.

(12:59 pm IST)