એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 5th August 2020

" જય શ્રી રામ " : આજ 5 ઓગસ્ટના રોજ અમેરિકાના ન્યૂજર્સીમાં ઉજવાશે " શ્રી રામ જન્મભૂમિ શિલાન્યાસ મહોત્સવ " : હિન્દૂ ટેમ્પલ એન્ડ મહાત્મા ગાંધી સેન્ટરના ઉપક્રમે સાંજે 6 કલાકે શરૂ થનારી ઉજવણી અંતર્ગત શિલાન્યાસ હવન ,ભજન ,કીર્તન , પ્રવચન ,આરતી ,તથા મહાપ્રસાદનું આયોજન : TV Asia ઉપર જીવંત પ્રસારણ કરાશે

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી :  આજ 5 ઓગસ્ટના રોજ ભારતના અયોધ્યામાં ઉજ્વાનારા " શ્રી રામ જન્મભૂમિ શિલાન્યાસ મહોત્સવ "ને અનુલક્ષીને અમેરિકામાં પણ ઉમંગભેર ઉજવણી કરવાનું આયોજન કરાયું છે.
714,પ્રિકનેસ એવન્યુ ,વાયને ન્યુજર્સી મુકામે થનારી ઉજવણીનો સમય સાંજના 6 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.ઉજવણી અંતર્ગત શિલાન્યાસ હવન ,ભજન ,કીર્તન , પ્રવચન ,આરતી ,તથા મહાપ્રસાદનું આયોજન કરાયું છે.
મહોત્સવમાં એક ઇંટના 51 ડોલર આપી યજમાન બની શકાશે.તથા યજમાનો દ્વારા ભેગી થનારી રકમ અયોધ્યા મુકામે રામ મંદિર નિર્માણ માટે મોકલવામાં આવશે.ઉજવણી દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જિંદગીમાં એકવાર આવતા આવા પ્રસંગમાં શામેલ થવાની તક ઝડપવા અનુરોધ કરાયો છે.
ઉજવણી દરમિયાન થનારા શિલાન્યાસ પ્રસંગનું જીવંત પ્રસારણ www.facebook.com/WayneHinduTemple  દ્વારા જોઈ શકાશે.તથા હવનનું જીવંત પ્રસારણ  TVAsia ના માધ્યમથી નિહાળી શકાશે.
ઉજવણીમાં શામેલ થવા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી કરાઈ છે.ઉજવણી અંતર્ગત માસ્ક પહેરવાનું તથા સોશિઅલ ડિસ્ટન્સ જાળવવાનું ફરજીયાત રાખવામાં આવ્યું છે.
વિશેષ માહિતી  શ્રી જ્યોતીન્દ્ર પટેલ 732-672-8071,શ્રી જયેશ પટેલ 732-688-2658,શ્રી નિલેશ રાણા 973-800-5327,શ્રી શૈલેષ પટેલ 201-281-5826,શ્રી કૌશિક પટેલ 973-801-0095,શ્રી યોગેશ ત્રિવેદી 973-709-1088,તથા શાસ્ત્રીજી શ્રી અરવિંદજીના કોન્ટેક નંબર 201-779-7275 દ્વારા મેળવી શકાશે.

(11:59 am IST)