એન. આર. આઈ. સમાચાર
News of Friday, 5th July 2019

યુ.એસ.ના વોશિંગટનમાં "હિન્દૂ અમેરિકન ફાઉન્ડેશન " નું વાર્ષિક અધિવેશન યોજાયું : કાશ્મીરી પંડિતોના હક્કોની જાળવણી માટે યોગદાન આપનાર ત્રણ એક્ટિવિસ્ટનું બહુમાન કરાયું

વોશિંગ્ટન : તાજેતરમાં હિન્દૂ અમેરિકન ફાઉન્ડેશનનું 16 મું વાર્ષિક અધિવેશન 24 જૂન 2019 ના રોજ કેપિટલ રિસેપશન હોલ વોશિંગટન મુકામે યોજાઈ ગયું જેનો હેતુ કાશ્મીરી પંડિતોના પ્રશ્નોને વાચા આપવાનો તથા તેઓની સંસ્કૃતિ જાળવી રાખવાનો હતો.

આ પ્રસંગે કાશ્મીરી પંડિતોના હક્કોની જાળવણી માટે કાર્યરત 3 એક્ટિવિસ્ટ્સ નું " એવોર્ડ ફોર એડ્વાન્સમેન્ટ ઓફ હિન્દૂ હ્યુમન રાઇટ્સ " થી બહુમાન કરાયું હતું

આ 3 એવોર્ડ વિજેતા કાર્યકરોમાં શ્રી વિજય સાઝવાલ ,શ્રી દિપક ગંજુ ,તથા શ્રી સુનિલ ફોતેદાર નો સમાવેશ થતો હતો.જેમણે  કાશ્મીરી પંડિતોના હક્કો તથા સંસ્કૃતિની જાળવણીમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

ઉપરાંત ડેમોક્રેટિક રીપ્રેઝન્ટેટિવ બ્રાડ શેરમનનું " ફ્રેન્ડ ઓફ કોમ્યુનિટી એવોર્ડ " થી સન્માન કરાયું હતું તથા શ્રી સેમ બ્રાઉનબેક તેમજ યુ.એસ.એમ્બેસેડરનું આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા બદલ મહાત્મા ગાંધી એવોર્ડથી બહુમાન કરાયું હતું  તથા ઓથર શ્રી બંસી પંડિતને ધર્મ સેવા એવોર્ડ આપી બિરદાવાયા હતા ઉપરાંત કાશ્મીરી પંડિતોના હિત માટે કાર્યરત અન્ય મહાનુભાવોને વિવિધ એવોર્ડ આપી સન્માન કરાયું હતું

(12:49 pm IST)