એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 3rd July 2019

વિશ્વ વિખ્યાત હાર્ટ સર્જન ડો.વેમુરી એસ.મુર્થીનું બહુમાનઃ ઇન્સ્ટીટયુટ ઓફ મેડિસીન ઓફ શિકાગોના ઉપક્રમે ''૨૦૧૯ હયુમેનેટરીઅન ગ્લોબલ હેલ્થ એવોર્ડ'' એનાયત

શિકાગોઃ યુ.એસ.માં ૨૭ જુન ૨૦૧૯ના રોજ ઇન્સ્ટીટયુટ ઓફ મેડિસીન ઓફ શિકાગો દ્વારા ડો.વેમુરી એસ.મુર્થીનું ''૨૦૧૯ હયુમેનેટરીઅન ગ્લોબલ હેલ્થ એવોર્ડ''થી સન્માન કરાયું હતું.

૬૧૦, સાઉથ મિચીગન  એવન્યુ, શિકાગો મુકામે યોજાયેલી વાર્ષિક મીટીંગ દરમિયાન ડો.મુર્થીના સન્માન તથા એવોર્ડ વિતરણ સમારંભ પ્રસંગે કુક કાઉન્ટી તથા ગ્રેટર શિકાગોના જુદા જુદા હેલ્થકેર ઓર્ગેનાઇઝેશના પ્રતિનિધિઓ તથા આમંત્રિતો સહિત ૨૦૦ જેટલા લોકોએ હાજરી આપી હતી.

વિશ્વ વિખ્યાત હાર્ટ સર્જન ડો. મુથી૪ યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના ડીપાર્ટમેન્ટ ઓફ ઇમરજન્સી મેડીસીનની ફેકલ્ટી સાથે જોડાયેલા છે. તથા શિકાગો મેડીકલ સોસાયટીના ઇમીજીએટ પાસ્ટ પ્રેસિડન્ટ તથા બોર્ડ ઓફ ટ્રસ્ટીસના વર્તમાન ચેરમેન છે. તેઓ ''સેવિંગ મોર ઇલિનોઇસ લાઇવ્સ થ્રુ  એજ્યુકેશન SMILE''ના ફાઉન્ડર  છે. તેમજ AAPI સાથે પણ જોડાયેલા છે. તેઓ કાર્ડિપાક એટેક ટ્રેનીંગ કોર્સ ભારતની મેડિકલ કોલેજોમાં શરૃ કરાવવા માટે સુવિખ્યાત છે. અમેરિકન હાર્ટ એશોશિએશનના વોલન્ટીઅર છે. તેમજ ઇન્ડિયન મેડીકલ યુનિવર્સિટીસ એન્ડ ઇન્સ્ટીટયુટસના વીઝીટીંગ પ્રોફેસર છે તેઓને તાજેતરમાં રોટરી ઇન્ટર નેશનલ દ્વારા નેપરવિલે મુકામે મે ૨૦૧૯માં ''પાઉલ હેરીસ ઇન્ટરનેશનલ એવોર્ડ''થી સન્માનિત કરાયા હતા. તેવુ શ્રી સુરેશ તથા સુશ્રી ઉષાબેન બોડીવાલાની દ્વારા જાણવા મળે છે.

(9:33 pm IST)