એન. આર. આઈ. સમાચાર
News of Monday, 1st July 2019

વિશ્વ હિન્દૂ પરિષદ ઓફ અમેરિકાના પ્રમુખ ડો.રાકેશ અસ્થાનાએ લોસ એંજલસ તથા ઇરવિન ચેપટરની મુલાકાત લીધી : છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક પ્રસંગની ઉજવણીમાં શામેલ થયા

કેલિફોર્નિયા : વિશ્વ હિન્દૂ પરિષદ ઓફ અમેરિકાના પ્રમુખ ડો.રાકેશ અસ્થાનાએ તાજેતરમાં 8 તથા 9 જૂન 2019 ના રોજ લોસ એંજલસ તથા ઇરવિન ચેપટરની મુલાકાત લીધી હતી.તથા  એક્ઝિક્યુટિવ્સ તેમજ વોલન્ટિયર્સને મળ્યા હતા.તેમણે આગામી 2020 ની સાલમાં વી.એચ.પી.એ.ના ગોલ્ડન જ્યુબિલી વર્ષની ઉજવણી કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું જે અનુસંધાને નવેમ્બર માસમાં બોસ્ટન મુકામે યોજાનારી કોન્ફરન્સ અંગે માહિતી આપી હતી.તથા અમેરિકામાં શરૂ કરાનારા સેવા પ્રોજેક્ટમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે અનુરોધ કર્યો હતો.

બાદમાં તેમણે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક પ્રસંગની ઉજવણીમાં હાજરી આપી હતી.ડો.અસ્થાનાના બે દિવસીય રોકાણ દરમિયાન શ્રી કેશવ પટેલ ,શ્રી અપર્ણા હાંડે, શ્રી બી.યુ.પટેલ, સુશ્રી શીલા કેને, સુશ્રી ચારુ શિવકુમાર, શ્રી કૌશિક પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:29 pm IST)