એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 5th July 2018

ગલ્‍ફ દેશોમાં નોકરી માટે ભારતીયોને અપાતા વીઝામાં છેલ્લા ૩ વર્ષ દરમિયાન અડધો અડધ ઘટાડોઃ સ્‍થાનિક નાગરિકોને નોકરીમાં અગ્રતા આપવાની ‘‘નિતાકત''પોલીસી જવાબદાર

મુંબઇઃ ગલ્‍ફ દેશોમાં નોકરી માટે જતા ભારતીયોની સંખ્‍યામાં ૨૦૧૭ની સાલ દરમિયાન ૨૦૧૫ની સાલની સંખ્‍યા કરતા અડધા જેટલો ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૩ વર્ષ દરમિયાન થઇ રહેલા આ ઘટાડા માટે ગલ્‍ફ દેશોની ઇમીગ્રેશન પોલીસી જવાબદાર હોવાનું જાણવા મળે છે. જે તેઓની નિતાકત પોલીસી મુજબ સ્‍થાનિક લોકોને નોકરીમાં અગ્રતા આપવાથી ઇમીગ્રન્‍ટસની સંખ્‍યામાં ક્રમશઃ ઘટાડો નોંધાઇ રહ્યો છે.

આ ઘટાડા મુજબ UAEમાં ૨૦૧૫ની સાલમાં ૨ લાખ ૨૫ હજાર લોકોના વીઝા મંજુર કરાયા હતા. તે ૨૦૧૬માં ૧ લાખ ૬૪ હજાર,, તથા ૨૦૧૭માં ૧ લાખ ૫૦ હજાર ભારતીયોને વીઝા મંજુર કરાયા હતા. આ રીતે UAE ઉપરાંત સાઉદી અરેબિઆ, કુવૈત, ઓમાન,કતાર, તથા બહેરીન સહિતના ગલ્‍ફ દેશોમાં મળી ૨૦૧૫ની સાલમાં ભારતીયોને અપાયેલા કુલ ૭ લાખ ૫૮ હજાર વીઝાની સરખામણીમાં ૨૦૧૬માં પાંચ લાખ સાત હજાર તથા ૨૦૧૭ની સાલમાં ૩ લાખ ૭૪ હજાર જેટલા વીઝા અપાતા આ સંખ્‍યામાં અડધો અડધ જેટલો ઘટાડો નોંધાયો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:04 am IST)