એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 5th June 2021

હવે સાહિત્ય ક્ષેત્રે પણ અમેરિકામાં ભારતીયોનો ડંકો : સૌથી વધુ વેચાતા પુસ્તકોની યાદીમાં ભારતીય મૂળના 11 લેખકોના પુસ્તકોએ સ્થાન મેળવ્યું : વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસ પણ 11 લેખકોમાં સમાવિષ્ટ

વોશિંગટન : ટેક્નોલોજી ,બિઝનેસ ,શિક્ષણ ,સહીત વિવિધ ક્ષેત્રે વતનનું નામ રોશન કરી રહેલા ભારતીયોમાં એક નવું ક્ષેત્ર પણ હવે ઉમેરાયું છે.

જે મુજબ ભારતીય મૂળના 11 લેખકો દ્વારા લખાયેલા કલ્પના તથા સત્ય ઘટના , તેમજ રોમાન્સ  ઉપર આધારિત પુસ્તકોએ અમેરિકામાં સૌથી વધુ વેચાતા  પુસ્તકોમાં સ્થાન મેળવ્યું છે.

આ 11 લેખકોમાં કિરણ દેસાઈ, ડો. સંજય ગુપ્તા,વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી  કમલા હેરિસ, મીના હેરિસ, મિન્ડી કલિંગ, ઝુંપા લાહિરી, ફાતિમા ફરહિન મિર્ઝા, સિદ્ધાર્થ મુખર્જી, એમી નેજુકુમાથિલ, રેશ્મા સૌજાની અને થ્રિટી ઉમરીગરનો સમાવેશ થાય છે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:15 pm IST)