એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 5th June 2018

ઇન્ડિયન અમેરિકન એરોસ્પેસ એન્જીનીયર શ્રી સુરીન્દર શર્મા ચૂંટણીના મેદાનમાં : પ્રિન્સેટોન ન્યુજર્સી કાઉન્સીલમાં ડેમોક્રેટ તરીકે ચૂંટણી લડશે : જો ચૂંટાઇ આવશે તો ૧ વર્ષનું એક જ ડોલરનું વળતર લેશે

ન્યુજર્સી : યુ.એસ.માં પ્રિન્સેટોન ન્યુજર્સી કાઉન્સીલર તરીકે ઇન્ડિયન અમેરિકન એરોસ્પેસ એન્જીનીયર શ્રી સુરીન્દર શર્માએ ઉમેદવારી નોંધાવી છે.

આજ ૫ જુન ૨૦૧૮ ના રોજ યોજાનારી પ્રાઇમરી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનારા ૬ ડેમોક્રેટમાં તેમનો સમાવેશ થાય છે.

તેમણે પંજાબ એન્જીનીયરીંગ કોલેજમાંથી ડીગ્રી મેળવ્યા બાદ યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો ઇન્સ્ટીટયુટ ફોર એરોસ્પેસ સ્ટડીઝ તથા નોર્થ સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ ડીગ્રી મેળવેલી છે. તેઓ  પ્રિન્સેટોન સ્થિત ગ્લોબલ એરોસ્પેસ સિસ્ટમ ઇન્કના પ્રેસિડન્ટ તરીકે ૨૦૦૦ ની સાલથી કાર્યરત છે.

જો ચૂંટાઇ આવે તો તેઓ ૧ ડોલરના વળતર સાથે ૧ વર્ષ કરવા માંગે છે. તથા ૨ વર્ષ સુધી ૧ મિલીયન ડોલરનું ફંડ સમાનતા, ડાઇવર્સિટી, તથા યુનિટી ટ્રસ્ટ માટે ભેગું કરવા માંગે છે જેમાં પોતે ૧ લાખ ૧ ડોલર આપશે તેવું વચન આપ્યું છે. તેમણે ડોર ટુ ડોર સંપર્ક શરૂ કરી દીધો છે.

(11:58 am IST)