એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 5th January 2021

ભારત તથા ઈન્ડો પેસિફિક રીજીઅન ઉપરનું આક્રમણ બંધ કરો : યુ.એસ.સેનેટમાં ચીન વિરુદ્ધ નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટ 2021 પસાર : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા કૃષ્ણમુર્થીએ મુકેલો પ્રસ્તાવ મંજુર

 વોશિંગટન : યુ.એસ.સેનેટમાં ચીન વિરુદ્ધ નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટ 2021 પસાર કરી દેવાયો છે.જેમાં ભારત તથા ઈન્ડો પેસિફિક રીજીઅન ઉપરનું આક્રમણ બંધ કરવા ચીનને અનુરોધ કરાયો છે.જે 1 જાન્યુઆરીના રોજ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ 7.40 બિલિયાનના ડિફેન્સ પોલિસી બિલમાં સહી કર્યાથી કાયદો બન્યું છે.

સતત ત્રીજી ટર્મમાં કોંગ્રેસમેન તરીકે ચૂંટાઈ આવેલા ઇન્ડિયન અમેરિકન શ્રી રાજા કૃષ્ણમુર્થીએ ઉપરોક્ત પ્રસ્તાવ મુક્યો હતો.તથા ચીનને ભારત તથા લડાખ બોર્ડર અને ઈન્ડો પેસિફિક રીજીઅન ઉપરના આક્રમણો બંધ કરવા અનુરોધ કર્યો હતો.તથા ભારત સાથે સહકારથી કામ કરવા જણાવ્યું હતું.

(7:24 pm IST)