એન. આર. આઈ. સમાચાર
News of Monday, 4th January 2021

આગામી ચૂંટણીમાં બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન સત્તા ગુમાવી શકે છે : કન્ઝર્વેટિવ પાર્ટી તથા લેબર પાર્ટી બંનેમાંથી કોઈને પણ સ્પષ્ટ બહુમતી મળવાની શક્યતા ઓછી : રિસર્ચ ડેટા કંપનીનો સર્વે

લંડન : આગામી 2024 ની સાલમાં બ્રિટનમાં યોજાનારી ચૂંટણીમાં વર્તમાન પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન સત્તા ગુમાવી શકે છે.દેશમાં કન્ઝર્વેટિવ પાર્ટી તથા લેબર પાર્ટી બંનેમાંથી  કોઈને પણ સ્પષ્ટ બહુમતી મળવાની શક્યતા ઓછી છે.તેવું તાજેતરના રિસર્ચ ડેટા કંપની ફોકલ ડેટાએ છેલ્લા એક માસમાં કરેલા 22 હજાર લોકોના સર્વેમાં જાણવા મળ્યું છે.

સર્વેમાં જાણવા મળ્યા મુજબ વર્તમાન પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સને બ્રેક્ઝિટ કરારમાં કરેલા સહી સિક્કા તથા કોવિદ 19 સંજોગોમાં પણ જાહેરમાં ક્રિસમસ તહેવાર ઉજવવા માટે આપેલી મંજૂરીની અવળી અસર થઇ છે.

વિશેષમાં જાણવા મળ્યા મુજબ વર્તમાન સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી 81 સીટ ગુમાવી શકે છે .તેને 284 સીટ મળી શકે છે.જયારે લેબર પાર્ટીને 282 સીટ મળી શકે છે.ખુદ બોરિસ જોન્સન પોતાના મત વિસ્તારમાં હારી  શકે છે.

(8:12 pm IST)