એન. આર. આઈ. સમાચાર
News of Friday, 4th December 2020

NRI પતિથી છુટાછેડા લેવા તેની કારમાં ડ્રગ્સ રાખી દીધું : ખુદ પત્નીએ પોલીસને ફોન કરી બોલાવતા ભાંડો ફૂટી ગયો : ઈટાલીથી ભારત આવેલા પતિ સામે નાખેલો ખેલ નિષ્ફ્ળ જતા મહિલા પોલીસના સકંજામાં

ફિરોઝપુર : બે સપ્તાહ પહેલા ઈટાલીથી ભારત આવેલા એનઆરઆઈ પતિથી છૂટાછેડા લેવા ભારત સ્થિત પત્ની ગગનદીપ કૌરએ નવો ખેલ નાખ્યો હતો.જે મુજબ તેણે પતિની કારમાં ડ્રગ્સ મૂકી દીધું હતું .અને બાદમાં પોલીસને ફોન કર્યો હતો.

પોલીસે કારની તલાશી લઇ બંને પતિ પત્નીની ધરપકડ કરી હતી.જોકે પતિ રણજિત સિંહએ પોતે ક્યારેય ડ્રગ લેતો નથી તેવી કબૂલાત આપી હતી.પરંતુ પત્નીનો મોબાઈલ ચેક કરાતા તેણે કારમાં ડ્રગ રાખી દીધા પછી સબંધીને મોકલેલો ફોટો મળી આવ્યો હતો.આથી પોલીસે મહિલા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:32 pm IST)