એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 2nd October 2019

અમેરિકામાં ''રાધા ગોવિંદ ધામ'' ઇરવિંગ ટેકસાસ મુકામે ૪ તથા ૫ ઓકટો.ના રોજ દાંડીયા રાસની રમઝટ બોલશેઃ ૭ ઓકટો.ના રોજ વિજયા દશમી પર્વ નિમિતે ''રાવણ દહન''

ટેકસાસઃ યુ.એસ.માં રાધા ગોવિંદ ધામ મેક આર્થર Blvd. ઇરવિંગ ટેકસાસ મુકામે ૪ તથા ૫ ઓકટો. ૨૦૧૯ શુક્રવાર તથા શનિવારના રોજ દાંડીયા રાસનુ આયોજન કરાયું છે. જેનો સમય રાત્રિના ૮-૩૦ થી ૧૨ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. ત્યાર પહેલા સાંજે ૭ વાગ્યાથી રાત્રિના ૮ વાગ્યા દરમિયાન મંદિરમાં સત્સંગ થશે.

દશેરા ઉત્સવ નિમિતે રાવણ દહન પ્રોગ્રામ ૭ ઓકટો.ના રોજ સાંજે ૭ વાગ્યે રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત ૭ થી ૮ વાગ્યા દરમિયાન સત્સંગ બાદ રાત્રે ૮ થી ૯ વાગ્યા દરમિયાન રાવણ દહન કરાશે. બાદમાં રાત્રિના ૧૨ વાગ્યા સુધી દાંડીયા રાસની રમઝટ બોલશે.

વિશેષ માહિતિ મંદિરના કોન્ટેક નં.૪૬૯-૯૦૯-૧૦૦૮ દ્વારા અથવા rgddallas.org દ્વારા મળી શકશે તેવું જાણવા મળે છે.

(8:59 pm IST)