એન. આર. આઈ. સમાચાર
News of Monday, 30th September 2019

''ગેમ ચેન્જર એવોર્ડ'': એશિયા સોસાયટીના ઉપક્રમે ૨૪ ઓકટો.૨૦૧૯ના રોજ ન્યુયોર્ક મુકામે યોજાનારો પ્રોગ્રામઃ સમાજને બદલવામાં મહત્વનું યોગદાન આપનાર મહિલાઓને બિરદાવાશે

ન્યુયોર્કઃ એશિયા સોસાયટીના ઉપક્રમે આગામી ૨૪ ઓકટો.૨૦૧૯ના રોજ યુ.એસ.ના ન્યુયોર્ક મુકામે ૬ઠ્ઠો વાર્ષિક  એશિયા ગેમ ચેન્જર એવોર્ડ વિતરણ સમારંભ યોજાશે.

સમારંભમાં સમાજને બદલવામાં મહત્વનું યોગદાન આપનાર મહાનુભાવોને એવોર્ડ આપી બિરદાવાશે. આ સમારંભની વિશિષ્ટતા એ છે કે તેમાં એવોર્ડ વિજેતા તરીકે પસંદ કરાયેલ તમામ વ્યકિતઓ મહિલા છે.

આ માટે પસંદ કરાયેલ મહિલાઓમાં ટોકયો ગવર્નર યુરીકો કોઇકે, ભારતના મહિલા ઓફિસર સુશ્રી છાયા શર્મા, ચાઇનાના જાને જી સુન, તથા ફૈઝા સાઇદનો સમાવેશ થાય છે.

(9:03 pm IST)