એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 4th August 2018

યુ.એસ.ના ન્‍યુજર્સીમાં નૃત્‍યકલા ડાન્‍સ એકેડેમીના ઉપક્રમે યોજાઇ ગયેલો ‘‘ભરત નાટયમ'' ડાન્‍સ પ્રોગ્રામઃ સતત ૩ કલાક સુધી ચાલેલા પ્રોગ્રામમાં ડાન્‍સ માસ્‍ટર માહિનએ રજુ કરેલી વિવિધ કૃતિઓથી દર્શકો આફરિન

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.ના ઇસ્‍ટ બ્રન્‍સવિક, ન્‍યુજર્સી મુકામે ૨૧ જુલાઇ ૨૦૧૮ના રોજ નૃત્‍યકલા ડાન્‍સ એકેડેમીના ઉપક્રમે ઇન્‍ડિયન કલાસિકલ ડાન્‍સ ભરત નાટયમ આરંગેત્રમ યોજાઇ ગયો.

આર્ટ જોહન મેજીસ્‍ટ્રો પર્ફોમીંગ આર્ટસ સેન્‍ટર ખાતે યોજાયેલા આ પ્રોગ્રામમાં અગ્રણી ડાન્‍સ માસ્‍ટર ઇન્‍ડિયન અમેરિકન યુવાન ૧૮ વર્ષીય માહિન માસ્‍ટરએ ઉપસ્‍થિત ૫૦૦ જેટલા કલારસિકોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા.

માહિન માસ્‍ટરના કલાગુરૂ તથા માતા શ્રીમતિ બીના માસ્‍ટર કે જેઓ નૃત્‍યકલા ડાન્‍સ એકેડમી સાથે જોડાયેલા છે તેમના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રોગ્રામ અંતર્ગત ૩ સતત કલાક સુધી રજુ કરાયેલી કૃતિઓથી દર્શકો આફરિન બની ગયા હતા.

ગણેશ વંદના તથા પુષ્‍પાંજલી બાદ જુદા જુદા ૧૦ પ્રકારના ધાર્મિક થીમ સાથેના દેવી દેવતાઓની સ્‍તુતિ કરતા ગુજરાતી,હિન્‍દી,સંસ્‍કૃત તથા તામિલ ભાષાના ૧૦ ડાન્‍સ રજુ કરાયા હતા જે શ્રીમતિ બીના માસ્‍ટરના નૃત્‍ય નિદર્શન હેઠળ માહિન માસ્‍ટરે રજુ કર્યા હતા. જે આ અગાઉ બોગી વુગી ડાન્‍સ કોમ્‍પીટીશનમાં વિજેતા થઇ ચૂકેલ છે. તેમને ભારતથી આવેલા સંગીતકારોના લાઇવ મ્‍યુઝકથી સાથ અપાયો હતો.

બાળપણથી જ કલા ક્ષેત્રે રસ ધરાવતા માહિનને માતુશ્રીના સ્‍ટુડિયોમાંથી પ્રેરણાં તથા ટ્રેનીંગ મળી હતી. તેણે ઝી ટીવી, સોની ટીવી સહિત અનેક જગ્‍યાઓ ઉપર ડાન્‍સ પ્રોગ્રામ આપી ઇનામો સાથે વિજેતાપદ મેળવ્‍યા છે.

તેણે એકટીંગની ટ્રેનીંગ લી સ્‍ટ્રેસબર્ગ થીયેટર ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ન્‍યુયોર્કમાંથી મેળવી છે.

સુશ્રી બાના માસ્‍ટરએ ભારતના વડોદરાના પર્ફોમીંગ આર્ટસ ઇન્‍સ્‍ટીટયુટમાંથી માસ્‍ટર ડીગ્રી મેળવેલી છે તથા યુ.એસ.માં તેઓ નૃત્‍યકલા એકાડમીના ફાઉન્‍ડર છે. તેમના માહિન સહિતના અનેક સ્‍ટુડન્‍ટસ નૃત્‍યકલા ક્ષેત્રે નામના મેળવી ચૂક્‍યા છે. તેઓ ડાન્‍સ કોમ્‍પીટીશનમાં જજ તરીકે પણ સેવાઓ આપે છે. તથા IACFNJ સંચાલિત વિવિધ કોમ્‍યુનીટી સેવાકીય પ્રવૃતિઓમાં છેલ્લા ૧૦ વર્ષથી સેવાઓ આપે છે તેવું શ્રી તુષાર પટેલની યાદી જણાવે છે.

(12:00 am IST)