એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 4th July 2019

સંગમિત્રા સુપરફાસ્ટ ટ્રેનના ફર્સ્ટ એસી કોચ પાણીથી તરબોળ ; યુઝર્સ દ્વારા અવનવી કોમેન્ટના ધુબાકા માર્યા:જુઓ વિડિઓ

ઓપરેટરો આ પાણીને ટ્રેનમાંથી બહાર કાઢવાનું ભૂલી ગયા: અનેક યૂઝર્સે કહ્યુ કે આ કોચ કોંગ્રેસના કાર્યકાળમાં બન્યા આમાં પણ નહેરુનો હાથ છે

 

ગ્રેટ----

      ફોટો train     નોટિફિકેશન

twitter link :

 

મુંબઇમાં ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ભરાવવાના અહેવાલો વચ્ચે સંગમિત્રા સુપરફાસ્ટ ટ્રેનના ફર્સ્ટ એસી કોચ પણ પાણીથી તરબોળ હોવાના હેવાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગયા હતા. બેંગ્લુરુ-પટના વચ્ચે ચાલતી આ ટ્રેન સૌથી ઉચ્ચી ટ્રેનના ડબામાં પાણી ભરાવવાને કારણે ટ્રેનની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે મુસાફરોને લાંબા સમય સુધી મુશ્કેલી ભોગવવી પડી હતી, તે સમયે ટ્રેનની ઝડપ કલાક દીઠ આશરે 100 કિ.મી હતી.

  એસી કોચમાં ભરાયેલું પાણી ડબ્બાના એસીમાંથી બહાર નીકળ્યું હતુ. ટ્રેન ઓપરેટરો આ પાણીને ટ્રેનમાંથી બહાર કાઢવાનું ભૂલી ગયા. આવી પરિસ્થિતિમાં જ્યારે પાણી એક સ્તરથી ઉપર ગયું તો પાણી ફરીથી ટ્રેનમાં ભરાવવા લાગ્યું

   એક યાત્રીએ 45 સેકન્ડનો વીડિયો શેર કરીએ કહ્યું કે કોચમાં પાણીનો પ્રવાહ બાથરૂમમાંથી વહેતો હતો. ફરિયાદ હોવા છતાં મિકેનિક આવ્યો ન હતો.

   આ વીડિયો રિલીઝ થતાં સોશિયલ મીડિયાના યૂઝર્સોએ તેનો આનંદ માણવાનું શરૂ કર્યું. કેટલાક યૂઝર્સે ટ્રેનમાં પાણી ભરાયા પછી આ ચોમાસાની ખાસ ટ્રેન તરીકે ગણાવી. લોકોએ અલગ અલગ રીતે કહ્યું છે કે કોઇ ચોમાસાનો આનંદ ઉઠાવવા માંગે છે તો આ ટ્રેનની ટિકિટ લઇ શકે છે.
   અનેક યૂઝર્સે કહ્યુ કે આ કોચ કોંગ્રેસના કાર્યકાળમાં બનાવવામાં આવ્યા હતા, તેથી ટ્રેનમાં પાણી ભરાવવા પાછળ કોંગ્રેસનો હાથ છે. માત્ર એટલું જ નહીં, કેટલાક યૂઝર્સે કહ્યું કે ભારતમાં જે પણ ચાલી રહ્યું છે તેની પાછળ જવાહરલાલ નેહરુનો હાથ છે.

(9:42 pm IST)